SwamiNarayan Bhagwan No Thaal
સ્વામિનારાયણ ભગવાન નો થાળ
-: Gujarati language :-
જમો થાળ જીવન જાઉં વારી,
ધોઉં કર ચરણ કરો ત્યારી. જમો૦ ૧
બેસો મેલ્યા બાજોઠીયા ઢાળી, કટોરા કંચનની થાળી;
જળે ભર્યા ચંબુ ચોખાળી. જમો૦ ૨
કરી કાઠા ઘઉંની પોળી, મેલી ઘૃત સાકરમાં બોળી;
કાઢયો રસ કેરીનો ઘોળી. જમો૦ ૩
ગળ્યા સાટા ઘેબર ફૂલવડી, દૂધપાક માલપુવા કઢી;
પુરી પોંચી થઇ છે ઘીમાં ચઢી. જમો૦ ૪
અથાણાં શાક સુંદર ભાજી, લાવી છું તરત કરી તાજી;
દહીં ભાત સાકર છે ઝાઝી. જમો૦ ૫
ચળુ કરો લાવું જળ ઝારી, એલચી લવીંગ સોપારી;
પાન બીડી બનાવી સારી. જમો૦ ૬
મુખવાસ મનગમતા લઇને, પ્રસાદી થાળ તણી દઇને;
બેસો સિંહાસને રાજી થઇને. જમો૦ ૭
કમરેકસીને ફેટો, રાજેશ્વર ઓઢીને રેટો;
ભૂમાનંદના વ્હાલા ભેંટો. જમો૦ ૮
-: English language :-
Jamo Thaal Jivan Jaun Vari,
Dhuo KarCharan Karo Tyaari... Jamo.1
Beso Melya Bajothiya Dhaari,
Kattora KanchanNi Thaari,
Jaray Bharya Chumbu Chokhaari... Jamo.2
Kari Kaattha Ghauni Pori,
Meli Ghrut SakarMa Bori,
Kaadhyo Ras Kerino Ghori...Jamo.3
Gadya Saatta Ghebar Phoolavadi,
DudhPaak Maalapuva Kadhi,
Puri Pochi Thai Che GheeMa Chadhi... Jamo.4
Athana Shaaka Sundar Bhaaji,
Laavi Chhu Tarat Kari Taaji,
Dahi Bhaat Saakar Chhe Jhaajhi... Jamo.5
Charu Karo Lavu Jaljhaari,
Elachi Laving Sopari,
Paan Biddi Banaavi Saari... Jamo.6
Mukhavaas ManGamata Laine,
Prasadi Thaal Tani Daine,
Beso Sinhasan Raaji Thaine... Jamo.7
Kamare Kasine Fento,
Rajeshvara Odhine Rento,
Bhumanandna Vahaala Bhetto... Jamo.8