સાબરમતી નો ઇતિહાસ | Sabarmati History

સાબરમતી નો ઇતિહાસ | Sabarmati History

 

  સાબરમતી નો ઇતિહાસ 

History of Sabarmati

 sabarmati history

Sabarmati River | સાબરમતી નદી
Sabarmati River | સાબરમતી નદી

         મહર્ષિ કશ્યપજીએ આબુ પર્વતના જંગલમાં બેસીને જગત કલ્યાણ હેતુ કઠિન દુષ્કર તપસ્યા કરી. દેવાધિદેવ સદાશિવને પ્રસન્ન કરવા હજારો વર્ષ અન્ન, જળ વિના આરાધનામાં સંલગ્ન રહ્યા. તેવામાં શિવ-પાર્વતી આવીને દર્શન આપી કહ્યું કે વિપ્રવર ! તમારું કલ્યાણ થાઓ. તમે મારા થકી મનોવાંચ્છિત વર માંગો.


           કશ્યપજીએ નેત્રો ખોલી દેવાધિદેવના દર્શન કરી બે હાથ જોડી કહ્યું. હે જગત્પતિ મહાદેવ ! આપ મને વર આપવા સમર્થ છો. આપના મસ્તક પર જે પરમ પવિત્ર પાપહારિણી ગંગાજી છે તે વિશેષ કૃપા કરીને મને આપો. ત્યારે શિવ-પાર્વતીએ તથાસ્તુ કહ્યું. હે વિપ્ર ! સમસ્ત પાપ-તાપ-રોગ-દોષોના અપહરણ કરનારી ગંગા અહીંથી પ્રગટ થશે. તે સત્યયુગમાં કૃતવતી, ત્રેતામાં ગિરિકર્ણિકા, દ્વાપરમાં ચંદના (દેવ) અને કલિયુગમાં સાબરમતી નામથી પ્રસિધ્ધ થશે. અર્બુદાચળથી સાગરના સંગમ સુધીના બન્ને તટપર બધી જ નદીઓ, તીર્થો, કેદારક્ષેત્ર, પિતૃતીર્થ, પ્રયાગ, માધવ સહિત વટેશ્વર, ગંગા દ્વાર, સર્વ તીર્થમય ગંગાસાગર, સપ્તધારક સતલજ, બ્રહ્મસર, તીર્થ જળથી સભર પવિત્ર કુંડ, નૈમિષારણ્યાદિ ક્ષેત્ર મારા વચનથી સદા સાબર ગંગામાં નિવાસ કરીને રહેશે. સાગરગામિની સાબરમતી પિતૃઓને અતિ પ્રિય તથા શ્રાધ્ધમાં કોટી ગણું ફળ આપનારી. પિણ્ડદાન કરવામાં શ્રેષ્ઠત્તમ, સ્નાનદાન કરનારાને ભુક્તિ અને મુક્તિ પ્રદાન કરનાર. નિલકંઠતીર્થ, રુદ્ર તીર્થ, રુદ્ર મહાલય તીર્થ પરમ પાવીની મંદાકિની આદિ બધા જ તીર્થ અને નદીઓ વ્યક્ત અને અવ્યક્ત રુપે સાબરમતી નદીમાં રહેશે. તથા બ્રહ્મતીર્થ, ધૃતતીર્થ, મિત્રપટ્ટ, વૈજનાથ, ક્ષિપ્રા, મહાકાલ તીર્થ, ગંગાજીથી ઉત્પન્ન હરિદ્વાર આદિ ઓંકારતીર્થ નર્મદા નદી સરિતાઓ ચારેય યુગમાં સાબરમતીમાં રહેશે. બ્રહ્મા આદિ દેવોના સ્થાનક, સપ્તર્ષિમાંના સ્થાનક, ધર્મદેવના સ્થાનક પ્રત્યક્ષરૂપે રહેશે. વળી પિતૃતીર્થ કાવેરી નદી, પિલાજલ અમરકંટક તીર્થ, વાત્રકી નદીના સંગમ સર્વ અહીં સાબરમતીમાં રહેશે. સાબરમતીનો સંપૂર્ણ મહિમા વર્ણન કરવા બૃહસ્પતિ પણ સમર્થ નથી.


           કશ્યપ મારો પ્રિય ભક્ત છે. એટલે મેં પવિત્ર અને પાપનાશીની ગંગા પ્રદાન કરી - હું ભિન્ન ભિન્ન નામોથી સાબરના તટ પર નિવાસ કરીને રહીશ.


           આમ કહેતા કહેતા શિવજી મૌન બની ગયા. પાર્વતીજી બોલ્યા; અરે સ્વામી ! સાબરગંગાને તો બહુ બધા વરદાન આપ્યાં. એમ કહી પાર્વતી પરમેશ્વર કૈલાશ પધાર્યા.


           કશ્યપજીની તપોભૂમિમાંથી ગંગાજી સાબરમતીના રૂપે પ્રગટ થઈને તેમાં જે જે પવિત્ર નદીઓનો સંગમ થયો તથા જે જે તીર્થ થયા તેમજ ધર્મારણ્ય આદિ ધર્મતીર્થ થયા તેની કથાઓ ખૂબજ વિસ્તાર પૂર્વક ઋષિઓ-રાજાઓના કથા પ્રસંગ સહિત વેદ વ્યાસજીએ પુરાણોમાં એનો ખૂબજ મહિમા કહ્યો છે. તેમાંના કેટલાક મુખ્ય મુખ્ય સ્થાપકો સંગમનો ઉલ્લેખ કરીએ છીએ.


           સાબરમતીની અર્બુદાચલમાં નંદીકુંડ તીર્થમાંથી પ્રગટ થઈને મુનિઓને પ્રિય કપાલ મોચન કુંડ જેમાં દેવ, નાગ, ગન્ધર્વ, કિન્નર આદિ તથા ઋષિમુનિ નિવાસ કરે છે. જે જ્ઞાનદાતા નામથી વિખ્યાત છે. ત્યાંથી પર્વતોથી ટકરાતી ખળખળ અવાજ કરતી વિશાળ કાયા વિસ્તાર ધારણ કરી સાત ધારાઓમાં વહેંચાઈ ગઈ. તેમાં મુખ્ય ધારા સાબર, બીજી શ્વેતા, ત્રીજી બકુલા, ચોથી હિરણ્યમયી, પાંચમી હસ્તમતી, છઠ્ઠી વૈત્રવતી, સાતમી ભદ્રામુખીથી પ્રસિધ્ધ થઈ ત્યારથી સપ્તોસ્ત્રોતા નામે જાણવામાં આવે છે. છુટા પડેલા છ પ્રવાહ આગળ જતાં પુનઃ સાબરમતીમાં સંગમ થતો ગયો.


           ત્યાર પછી શ્વેતોદ્દભવ તીર્થ આવેલ છે. ત્યાં મહાકાલેશ્વરનાં દર્શન કરનારને સદ્લોકની પ્રાપ્તિ થાય છે.


           તદન્તર ગણતીર્થ ચન્દ્રના સંગમના તટ પર વિદ્યમાન છે. અહીં હરમાસની પૂર્ણિમાએ શિવગણો સ્નાન કરવા આવતા હોય. ત્યાંથી બકુલેશ્વર તીર્થ ગણેશના સ્થાનકમાં પૂજન કરવાથી રિધ્ધિ-સિધ્ધિ મળે છે. ત્યાંથી પાલેશ્વર તીર્થમાં ચંડીદેવી યોગમાયાઓની પીઠમાં માતાઓ પ્રતિષ્ઠિત છે. ત્યાંથી પછી સાબરમતીના કિનારે મહર્ષિ કશ્યપ-વશિષ્ઠ-વામદેવ-ગૌતમ-મૈત્રેય-ધર્મદેવ તથા દધિચીએ તપસ્યા કરેલી છે. તેમાં ધર્મદેવ અને દધિચીની તપસ્યાની ત્રિલોકીમાં પ્રસંશા થઈ રહી છે. સાબરમતી નામ નદીના બન્ને કિનારા ઉપર સાબર એટલે હરણાં બહુ રહેતા હતાં તેથી તેનું નામ સાબરમતી પડ્યું તથા અભ્રપતી એટલે કે આકાશ ગંગા તરીકે અવતરણ થયું એટલે અભ્રપતી નામનો કાળાન્તરે સાબરમતી નામ થયું. સાબરમતીની લંબાઈ ૩૭૧ ત્રણસો એકોતર કિલોમીટર છે. કશ્યપ આદિ મુખ્ય સપ્તર્ષિઓના સાબરમતીના તટ તપસ્યા સ્થાન આશ્રમ આવેલા છે.


           આદિ સત્યયુગ સમયમાં સાબરગંગાના કિનારે ધર્મ મૂર્તિએ દેવોના બાર હજાર વર્ષ પર્યન્ત તપસ્યા કરી હતી તેની વિસ્તારથી કથા અગાઉના ધર્મારણ્યના લેખમાં જણાવેલ છે. આજે અમદાવાદ શહેર જેને શાસ્ત્રોમાં શ્રીપુર અથવા કર્ણાવતી નામથી ઓળખાય છે. શ્રીમદ્ પદ્મપુરાણમાં સાબરમતીના ઉદ્દગમથી લઈને તેના કિનારે આવેલા ઋષિઓના આશ્રમની બહુ વિસ્તૃત જાણકારી ભગવાન વ્યાસજીએ કહી છે.


           સાબરમતીનો મહિમા ભગવાન સદાશિવ પાર્વતીજીને વર્ણન કરતા કહે છે કે, હિરણ્ય સંગમની પાસે ધર્મતીર્થજ્યાં સાબમરતીની સાથે ધર્માવતી નદીનો સંગમ થાય છે ત્યાં સ્નાન કરનાર મનુષ્ય ધન્ય થઈ જાય છે. અને નિશ્ચયથી મુક્તિ અને ભક્તિને પ્રાપ્ત કરે છે. ત્યાં ધર્મદેવ થકી સ્થાપિત તીર્થના દર્શન કરનાર પુણ્યનો ભોક્તા બને છે. ત્યાં જે કોઈ શ્રાધ્ધ કર્મ કરે તે પિતૃઋણમાંથી મુક્ત બને છે. તથા રોગ શોક રહિત બનીને વિષ્ણુધામને પ્રાપ્ત કરે છે. ત્યાં વનસ્પતિ એટલે કે ધર્મારણ્ય ક્ષેત્ર જ્યાં ભગવાન નરનારાયણે કઠિન તપસ્યા કરી હતી. જ્યાં પિતા ધર્મદેવ માતા મૂર્તિ દેવીએ તપ કર્યું ત્યાં જ પુત્ર સાથે પરમાત્માએ તપસ્યા કરી હતી. ધર્મારણ્ય ક્ષેત્ર જ્યાં ભગવાન શ્રી નરનારાયણ પ્રગટ થયા તે તીર્થને આજે નારાયણઘાટ તીર્થ તરીકે પ્રસિધ્ધ થયેલ છે. સાબરમતીના દક્ષિણ કિનારે આવેલ આ તીર્થને આદિ આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજે તીર્થની રક્ષાને અર્થ કષ્ટભંજન દેવની સ્થાપના કરી છે. તથા ત્યાં પ.પૂ. મોટા મહારાજશ્રી તેજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીની આજ્ઞાથી સદ્ગુરુ ગવૈયા સ્વામી કેશવજીવનદાસજીએ ભવ્ય પાંચ શિખરનું મંદિર કર્યું છે. નારાયણઘાટના આરે શ્રી નરનારાયણદેવ ગાદીના અક્ષરનિવાસી પૂર્વ આચાર્યોના સ્મૃતિ સ્થાન બનાવેલ છે. આચાર્ય પરંપરાના અંતિમ સ્મૃતિઓ સંપ્રદાયમાં માત્ર નારાયણઘાટમાં જ દર્શન કરવા મળે છે. આ સ્મૃતિને તીર્થનાં દર્શન કરનારને પરંપરામાં દર્શનની સાથે સાથે ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાનની અતિ કૃપાનો અધિકારી બને છે. તેમજ તેની સર્વ મનોકામના ભગવાન પૂર્ણ કરે છે.


           સાબરમતીના કિનારે આશરે ૯૯૯ નવસોને નવાણું તીર્થો આવેલા છે. તે તીર્થોનો પદ્મપુરાણમાં મહિમા કહ્યો છે. તેમાંનાં કેટલાક તીર્થ સ્થાન જે મધુરા તીર્થ, કમ્બુતીર્થ, કપિશ્વર તીર્થ, સપ્તધાર, દેવેશ્વર, બ્રહ્મવલ્લી, વૃષ તીર્થ, ખંડ તીર્થ, અંગમેશ્વર તીર્થ, રુદ્રમહાલય તીર્થ, ખડ્ગ તીર્થ, ચિત્રાહવદન તીર્થ, ચંદ્રેશ્વર તીર્થ, જમ્મુ તીર્થ, ધવલેશ્વર તીર્થ, બાલાર્ક તીર્થ, દુધેશ્વર તીર્થ જે દુધેશ્વર તરીકે ઓળખાય છે. ત્યાં દધિચી ઋષિએ તપસ્યા કરી તથા દેવોને દેહના અસ્થિનું દાન કર્યું ત્યાં ચંદ્રભાગા નદીનો સંગમ થાય છે ત્યાં ચંદ્રેશ્વર મહાદેવ બિરાજમાન હતા. અહીં ચંદ્રદેવે દીર્ધકાળ પર્યન્ત તપ કર્યું હતું. વળી નિબાંર્ક તીર્થ આવેલું છે. સિધ્ધ ક્ષેત્ર, સોમતીર્થ, ગૌતીર્થ, કુશેશ્વરતીર્થ, વૈદ્યનાથતીર્થ, અગ્નિપાલેશ્વરતીર્થ, વિકીર્ણતીર્થ, શ્વેતોદ્ભવતીર્થ, ગણતીર્થ, બકુલ નદીના સ્તંભ પર આવેલ બકુલેશ્વર તીર્થ અહી ગણપતિજીએ કઠિન તપ કરીને ગણાધિપતિનું પદ મેળવ્યું હતું. કપાલકુણ્ડ તીર્થ, આદિ અનેકાનેક તીર્થોથી ઉત્તર અને દક્ષિણના કિનારાઓમાં એકની પાસે એક એમ સંગમ તીર્થો આવેલા છે. તેમાંના માત્ર કેટલાક અંશ રૂપે પદ્મપુરાણના આધારે વર્ણન કર્યું છે.


           શ્રીજી મહારાજે સ્વમુખે સાબરમતીનો નારાયણઘાટનો મહિમા કહ્યો છે. સત્સંગિજીવન તથા સત્સંગિભૂષણમાં તેનું વિસ્તારથી વર્ણન કરવામાં આવેલ છે.


           આપણા ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાને સાબરમતી નદીના કિનારે ધર્મારણ્ય ક્ષેત્રમાં આદિ સત્યયુગમાં ધર્મપિતા ભક્તિ માતા થકી (નારાયણઘાટ તીર્થ) પાદુર્ભાવ થયા એટલે સાબરગંગાનો મહિમા વધ્યો અને પૂર્વે ભગવાન ભોળાનાથે મહર્ષિ કશ્યપજીને પણ વરદાન આપ્યું હતું કે સાબરગંગાના તટ પર પરાત્પર પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમનો યુગલ સ્વરુપ નરનારાયણ નામે અવતાર થશે. તે વાત સત્ય થઈ. આગામી શ્રી નરનારાયણ ભગવાનનો પર્વ ઉત્સવ આવી રહ્યો છે. તો તે નિમિત્તે નારાયણઘાટ તીર્થમાં શ્રી નરનારાયણ ભગવાનનાં ધર્મપિતા ભક્તિ માતાના તથા ધર્મકુળનાં પૂર્વ આચાર્યોની સ્મૃતિ સ્થાનનાં દર્શન અવશ્ય કરવા.


Keywoard,keywords,Related word ,Search engine optimization:-

Sabarmati,સાબરમતી,

Sabarmati River,સાબરમતી નદી,

Riverfront,રિવરફ્રન્ટ,

sabarmati history,સાબરમતી નો ઇતિહાસ,

History of Sabarmati,

sabarmati length,

sabarmati nadi gujarat,

sabarmati river gujarat,

Sabarmati river Ahmedabad,

Sabarmati River map,

Sabarmati River is a tributary of which river,

Sabarmati River in which State,

Sabarmati River Dam,

Sabarmati river drains into,

Sabarmati River upsc,

Sabarmati River in Hindi,

Sabarmati River map start to end,

Sabarmati river flows through which states,

Why Sabarmati River is famous?,

What is special about Sabarmati River?,

Which river flows near Sabarmati?,

What is the old name of Sabarmati River?,

What is Sabarmati?,

Where is Sabarmati India?,

What is the origin of Sabarmati river?,

Is Sabarmati river perennial?,

sabarmati riverfront boating,

sabarmati riverfront photos,

sabarmati riverfront cycling,

sabarmati riverfront ahmedabad,

sabarmati river disadvantages,

sabarmati river gujarat,

sabarmati river end,

sabarmati river ending point,

sabarmati river details,

sabarmati river development,

sabarmati river picture,

sabarmati river pic,

sabarmati river quotes,

sabarmati river route,

sabarmati river rejuvenation,

sabarmati river starting point,

sabarmati river start to end,

sabarmati river start point to end,

sabarmati river origin state,

sabarmati river origin in hindi,

sabarmati river pollution,

sabarmati river photo,

sabarmati river pollution case study,

sabarmati river passes through which states,

sabarmati river clean,

sabarmati river front,

sabarmati river flood,

sabarmati river flows through which states,

sabarmati river flows in which state,

sabarmati river flows into,

sabarmati river gujarat,

sabarmati river in gujarat map,

sabarmati river in gujarati,

sabarmati river length in gujarat,

sabarmati river history,

sabarmati river hindi,

sabarmati river history in gujarati,

river sabarmati flows through how many states,

sabarmati river in ahmedabad,

sabarmati river information,

sabarmati river images,

sabarmati river in map of india,

sabarmati river is tributary of,

sabarmati river kaha se nikalti hai ,

Post a Comment

Thank you for your review

Previous Post Next Post

hanumanji hd images

ganesh wallpaper

Swami Narayan image

SwamiNarayan IMG