bhaktachintamani prakaran 1,ભક્તચિંતામણિ પ્રકરણ 1
ભક્તચિંતામણી
।। નિષ્કુળાનન્દમુનિવિરચિતઃ ।।
- સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે*
સામેરી મંગળમૂર્તિ મહાપ્રભુ, શ્રી સહજાનંદ સુખરૂપ ।
ભક્તિ ધર્મ સુત શ્રીહરિ, સમરુંસદાય અનુપ ।।૧।।
પરમ દયાળુછો તમે, શ્રીકૃષ્ણ સર્વાધીશ ।
પ્રથમ તમનેપ્રણમું, નામુંવારમવાર હુંશીષ ।।૨।।
અતિ સુંદર ગોલોક મધ્યે, અક્ષર એવુંજેનુંનામ છે ।
કોટિ સૂર્ય ચન્દ્ર અગ્નિ સમ, પ્રકાશક દિવ્ય ધામ છે।।૩।।
અતિ શ્વેત સચ્ચિદાનન્દ, બ્રહ્મપુર અમૃત અપાર ।
પરમપદ આનન્દ બ્રહ્મ, ચિદાકાશ કહેનિર્ધાર ।।૪।।
એવા અક્ષરધામમાંતમે, રહો છો કૃષ્ણ કૃપાળ ।
પુરુષોત્તમ વાસુદેવ નારાયણ, પરમાત્મા પરમ દયાળ ।।૫।।
પરબ્રહ્મ બ્રહ્મ પરમેશ્વર, વિષ્ણુઇશ્વર વેદ કહેવળી ।
એહ આદિ અનંત નામે, સુંદર મૂર્તિ શ્યામળી ।।૬।।
ક્ષર અક્ષર પર સર્વજ્ઞ છો, સર્વકર્તા નિયંતા અંતર્યામી ।
સર્વકારણના કારણ નિર્ગુણ, સ્વયંપ્રકાશ સહુના સ્વામી ।।૭।।
સ્વતંત્ર બ્રહ્મરૂપ સદા, મુક્ત અનંતકોટિ ઉપાસેમળી ।
અનંત કોટિ બ્રહ્માંડની કરો, ઉત્પત્તિ સ્થિતિ નેલય વળી ।।૮।।
પ્રકૃતિ પુરુષ કાળ પ્રધાન, મહત્તત્ત્વાદિક શક્તિ ઘણી ।
તેના પ્રેરક અનંતકોટિ, બ્રહ્માંડના તમેધણી ।।૯।।
એવા શ્રીકૃષ્ણ કિશોર મૂર્તિ, કોટિ કંદર્પ દર્પ હરો ।
આપ ઇચ્છાએ અવતરી, યુગોયુગ જનનાંકારજ કરો ।।૧૦।।
પ્રથમ મૂર્તિ ધર્મથી, પ્રગટ્યા પૂરણ કામ ।
નરનારાયણ નાથજી, તમેરહ્યા બદ્રિકા ધામ ।।૧૧।।
ત્યાર પછી વસુદેવ દેવકીથી, પ્રગટ્યા મથુરામાંય ।
અનંત અસુર સંહારવા, કરવા નિજ સેવકની સહાય ।।૧૨।।
ત્યાર પછી વળી જગમાં, અધર્મ વાધ્યો અપાર ।
ભક્તિ ધર્મનેપીડવા, અસુરેલીધા અવતાર ।।૧૩।।
સત્ય વાત ઉત્થાપવા, આપવા ઉપદેશ અવળા ।
એવા પાપી પ્રગટ થયા, ઘરોઘર ગુરુસઘળા ।।૧૪।।
ભક્તિ ધર્મ ભય પામિયાં, રહ્યુંનહિ રહેવા કોઇ ઠામ ।
ત્યારેતમેપ્રગટિયા, કોસલ દેશમાંઘનશ્યામ ।।૧૫।।
નરનાટક ધરી નાથજી, વિચરો વસુધામાંય ।
અજ્ઞાની જેઅભાગિયા, તેએ મર્મ ન સમજેકાંય ।।૧૬।।
સમર્થ છો તમેશ્રીહરિ, સર્વોપરી સર્વાધાર ।
મનુષ્ય તન મહાજ્ઞાનઘન, જન મન જીતનહાર ।।૧૭।।
મહાધીર ગંભીર ગરવા, દયાસિંધુદોષ રહિત ।
કરુણાનિધિ કૃપાળુકોમળ, શુભ શાન્તિગુણેસહિત ।।૧૮।।
ઉદાર પરઉપકારી અતિ, વળી સર્વના સુખધામ ।
દીનબંધુદયાળુદલના, પરમાર્થી પૂરણકામ ।।૧૯।।
જેજન તમનેઆશર્યા, હર્યા તેના ત્રિવિધ તાપ ।
કાળ કર્મ માયાથી મુકાવી, આપીયુંસુખ અમાપ ।।૨૦।।
પીડેનહિ પંચ વિષય તેને, જેશરણ તમારુંઆવી ગ્રહે।
કામ ક્રોધ લોભ મોહાદિ, અધર્મ ઉરમાંનવ રહે ।।૨૧।।
શૂન્યવાદી નેશુષ્કજ્ઞાની, નાસ્તિક કુંડ વામી વળી ।
એહના મતરૂપ અંધારું, તેતમારેતેજેગયુંટળી ।।૨૨।।
ઇશ અજ અમરાદિ આપે, યોગી મન જીતેનહિ ।
તેહ તમારા પ્રતાપથી, નિજજન મન જીત્યા કહિ ।।૨૩।।
એવા સમર્થ શ્યામ તમે, બહુનામી બળ પ્રબળ છો ।
નરનાટયક જન મનરંજન, અજ્ઞાનીનેઅકળ છો ।।૨૪।।
નરતન માટેનાથજી, સ્વામી રામાનંદ સેવિયા ।
મહામંત્ર ત્યાંપામી પોતે, સદ્ગુરુના શિષ્ય થયા ।।૨૫।।
સહજાનંદ આનંદ કંદ, જગવંદ જેહનુંનામ છે ।
સમરતાંઅઘઓઘ નાશે, સંતનેસુખધામ છે ।।૨૬।।
એવા નામનેપામી આપે, અકળ આ અવનિ ફરો ।
દઇ દર્શન જનને, અનેક જીવનાંઅઘ હરો ।।૨૭।।
એવા સમર્થ સ્વપ્રભુ, શ્રીહરિ શુદ્ધ બુદ્ધિ દીજીયે ।
નિજદાસ જાણી દીનબંધુ, કૃપાળુકૃપા કીજીયે ।।૨૮।।
તવ ચરિત્ર ગાવા ચિત્તમાં, ઉમંગ રહેછેઅતિ ।
શબ્દ સર્વેથાય સવળા, આપજ્યો એવી મતિ ।।૨૯।।
વળી સાચા સંતનેહું, લળી લળી લાગુંપાય ।
કરો કૃપા ગ્રંથ કરતાં, વિઘન કોઇ ન થાય ।।૩૦।।
હરિજન મન મગન થઇ, એવી આપજ્યો આશિષ ।
શ્રીહરિના ગુણ ગાતાંસુણતાં, હર્ષ વાધેહંમેશ ।।૩૧।।
સર્વેમળી સહાય કરજ્યો, મન ધારજ્યો મેર્ય અતિ ।
પ્રકરણ સર્વેએમ સુઝે, જેમ અર્કમાંઅણુગતિ ।।૩૨।।
સંસ્કૃત પ્રાકૃત શબ્દે, ગ્રંથ કવિએ બહુકર્યા ।
મનરંજન બુદ્ધિ મંજન, એવી રીતેઅતિ ઓચર્યા ।।૩૩।।
ગદ્ય પદ્ય નેછંદ છપય, સાંભળતાંબુદ્ધિ ગળે ।
એવુંજાણી આદર કરતાં, મન પોંચેનહિ પાછુંવળે ।।૩૪।।
તેનેતેહિંમત દીજીયે, લીજીયેહાથ હવેગ્રહી ।
આદર કરુંઆ ગ્રંથનો, પ્રતાપ તમારો લઇ ।।૩૫।।
તમારા પ્રતાપ થકી, પાંગળો પર્વત ચડે ।
તમારા પ્રતાપ થકી, અંધનેઆંખ્યો જડે ।।૩૬।।
તમારા પ્રતાપ થકી, મુકો મુખેવેદ ભણે ।
તમારા પ્રતાપ થકી, રંક તેરાજા બણે ।।૩૭।।
એવો પ્રતાપ ઉર ધરી, આદરુંછુંઆ ગ્રંથને ।
વિધ્ન કોઇ વ્યાપેનહિ, સમરતાંસમર્થને ।।૩૮।।
હરિકથા હવેઆદરું, સદ્મતિ શ્રોતા જેસાંભળે ।
શ્રવણેસુણતાંસુખ ઉપજે, તાપ તનના તેટળે ।।૩૯।।
ભવ દુઃખહારી સુખકારી, સારી કથા આ અનુપ છે ।
પ્રગટ ઉપાસી જનને, સાંભળતાંસુખરૂપ છે ।।૪૦।।
ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણી મધ્યે મંગળાચરણ કર્યુંએ.
#Nishkulanand_Swami
#NishkulanandSwami
#Swaminarayan
#ભક્તચિંતામણી
#bhaktachintamani_prakaran_1
#bhaktachintamani_prakaran
#bhaktachintamani
#swaminarayan_bhagwan
#swaminarayanbhagwan
#swaminarayankirtan
#swaminarayandhun
#swaminarayankatha
#swaminarayanbhajan
#swaminarayan_bhajan
Suggestions for you
Bhuj mandir
✓💯 % Valid For [ આચાર્ય ની આજ્ઞા છે. / Swaminarayan Bhagwan guidelines rules law for follow.]
Kalupur mandir
swaminarayan vadtal gadi - svg
Other books downloads for free
🚫 Not Valid For [ આચાર્ય નો છાપ કે સિક્કો નથી / Swaminarayan Bhagwan guidelines break the law.]
{PDF format}