Ora Aavo Shyam Snehi • ઓરા આવો શ્યામ સ્નેહી

Ora Aavo Shyam Snehi • ઓરા આવો શ્યામ સ્નેહી

Ora Aavo Shyam Snehi

ઓરા આવો શ્યામ સ્નેહી

SwamiNarayan Bhagwan

-: Gujarati language :-

રાગ - ગરબી
ઓરા આવો શ્યામ સ્નેહી, સુંદરવર જોઉં વ્હાલા;
જતન કરીને જીવન મારા, જીવમાંહી પ્રોઉં વ્હાલા. ૧
ચિહ્ન અનુપમ અંગો અંગનાં, સુરતે સંભારૂં વ્હાલા;
નખશિખ નીરખી નૌતમ મારા, ઉરમાં ઉતારૂં વ્હાલા. ૨
અરૂણ કમલસમ જુગલચરણની, શોભા અતિસારી વ્હાલા;
ચિંતવન કરવા આતુર અતિ, મનવૃત્તિ મારી વ્હાલા. ૩
પ્રથમ તે ચિંતવન કરૂં, સુંદર સોળે ચિહ્ન વ્હાલા;
ઉર્ધ્વરેખા ઓપી રહી, અતિશે નવીન વ્હાલા. ૪
અંગુઠા આંગળી વચ્ચેથી, નીસરીને આવી વ્હાલા;
પાનીની બે કોરે જોતાં, ભક્તને મનભાવી વ્હાલા. ૫
જુગલ ચરણમાં કહું મનોહર, ચિહ્ન તેનાં નામ વ્હાલા;
શુદ્ધ મને કરી સંભારતાં, નાશ પામે કામ વ્હાલા. ૬
અષ્ટકોણ ને ઉર્ધ્વરેખા, સ્વસ્તિ જાંબુ જવ વ્હાલા;
વજ્ર અંકુશ ને કેતુ પદ્મ, જમણે પગે નવ વ્હાલા. ૭
ત્રિકોણ કળશ ને ગોપદ સુંદર, ધનુષ્ય ને મીન વ્હાલા;
અર્ધ ચંદ્ર ને વ્યોમ સાત છે, ડાબે પગે ચિહ્ન વ્હાલા. ૮
જમણા પગના અંગુઠાના, નખમાંહી ચિહ્ન વ્હાલા;
તે તો નીરખે જે કોઈ ભક્ત, પ્રીતિએ પ્રવીણ વ્હાલા. ૯
એ જ અંગુઠાની પાસે,તિલ એક નૌતમ ધારૂં વ્હાલા ;
પ્રેમાનંદ કહે નિરખું પ્રીતે, પ્રાણ લઈ વારૂં વ્હાલા. ૧૦


-: English language :-

Ora Aavo Shyam Snehi, 
Sundar Var Joun Vahaala, 
Jatan Karine Jivan Maara, 
Jeevmahi Proun Vahaala ... 1 

Cheen Anupam Ango Angna, 
Surate Sambhaaru Vahaala, 
Nakhsikh Nirkhi Nautam Maara, 
Urma Utaaru Vahaala ... 2 

Arun Kamal Sam JugalCharanNi, 
Shobha Atisaari Vahaala, 
Chintvan Karva Aatur Ati, 
Maanvruti Maari Vahala ... 3 

Pratham Te Chintvan Karu, 
Sundar Saure Cheen Vahaala,
UrdhavaRekha Opi Rahi, 
Atishe Navin Vahaala ... 4 

Anguttha Aangali Vacchethi, 
NisriNe Aavi Vahaala, 
PaaniNi Be Kore Jota, 
Bhakta Ne Man Bhaavi Vahaala ... 5 

Jugal CharanMa Kahu Manohar, 
Cheen Tena Naam Vahaala, 
Shuddha Mane Kari Sambhaarata, 
Naash Paame Kaam Vahaala ...6 

AstakonNe UrdhavaReka,
Swastik Jaambu Jav Vahaala, 
Vraj Ankush Ketu Ne Padma, 
Jamne Page Nav Vahaala ... 7 

Trikon Kalash Ne Gopad Sundar,
 Dhanushy Ne Min Vahaala, 
ArdhaChandra Ne Vyom Saat, 
Chhe Daabe Page Cheen Vahaala ... 8 

Jamna Pagna AngutthaNa, 
Nakhmaahi Cheen Vahaala, 
Te To Nirkhe Je Koi Bhakta, 
Pritiye Pravin Vahaala ... 9 

Ej Anguthaani Paase, 
Til Ek Nautam Dhaaru Vahaala, 
Premanand Kahe Nirkhu Prite, 
Praan Lai Vaaru Vahaala ... 10

Source :- Nitya Niyam
Shree Swaminarayan Temple Bhuj

Post a Comment

Thank you for your review

Previous Post Next Post

hanumanji hd images

ganesh wallpaper

SwamiNarayan IMG

Swami Narayan image