Havve Mara Vahaala Ne • હવે મારા વહાલાને

Havve Mara Vahaala Ne • હવે મારા વહાલાને

Havve Mara Vahaala Ne
હવે મારા વહાલાને

SwamiNarayan Bhagwan image


-: Gujarati language :-

રાગ ધોળ પદ- ૧

હવે મારા વહાલાને નહિ રે વિસારું રે; 
 શ્વાસઉચ્છવાસે તે નિત્ય સંભારું રે. ૧

પડયું મારે સહજાનંદજી શું પાનું રે; 
 હવે હું તો કેમ કરી રાખીશ છાનુંરે. ૨

આવ્યું મારે હરિવર વરવાનું ટાણું રે;  
 એ વર ન મળે ખરચે નાણું રે. ૩

એ વર ભાગ્ય વિના નવ ભાવે રે;  
 એ સ્નેહ લગ્ન વિના નવ આવેરે. ૪

દુરીજન મન રે માને તેમ કહેજો રે;  
 સ્વામી મારા હૃદીયાની ભીંતર રહેજો રે. ૫

હવે હું તો પૂરણ પદવીને પામી રે;  
 મળ્યા મુને નિષ્કુળાનંદનો સ્વામી રે. ૬

પદ - ૨

હવે મારા વહાલાનાં દર્શન સારૂં;
 હરિજન આવે હજારે હજારૂં. ૧

ઢોલિયે બિરાજે સહજાનંદ સ્વામી;
 પૂરણ પુરૂષોત્તમ અંતર જામી. ૨

સભા મધ્યે બેઠાં મુનિનાં વૃંદ;
 તેમાં શોભે તારે વીંટયો જેમ ચન્દ. ૩

દુર્ગપુર ખેલ રચ્યો અતિ ભારી;
 ભેળા રમે સાધુ ને બ્રહ્મચારી. ૪

તાળી પાડે ઉપડતી અતિસારી;
 ધૂન થાય ચૌદ લોક થકી ન્યારી. ૫

પાઘલડીમાં છોગલીયું અતિ શોભે; 
 જોઈ જોઈ હરિજનનાં મન લોભે. ૬

પધાર્યા વહાલો સર્વે તે સુખના રાશી; 
 સહજાનંદ સ્વામી અક્ષરધામના વાસી. ૭

ભાંગી મારી જન્મો જન્મની ખામી; 
 મળ્યા મુને નિષ્કુળાનંદનો સ્વામી. ૮

-: English language :-

Have Mara Vahaala Ne Nahi Re Visaaru Re; 
Shvaas UchchhaVaase Te Nitya Sambhaaru Re ... 1

Padyu Maare Sahajanandji Shu Paanu Re; 
Havve Hu To Kem Kari Rakhish Chhanu Re ... 2

Aavyu Maare Harivar Varvaanu Taanu Re; 
E Var Na Male Kharache Naanu Re ... 3

E Var Bhaagya Vina Nav Bhave Re; 
E Sneh Lagna Vina Nav Aave Re ... 4

Durijan Man Re Maane Tem Kehjo Re;
Swami Maara Rudiyaani Bhiter Rehjo Re ... 5

Havve Hu To Puran Padavi Ne Paami Re; 
Malya Mune NiskulanandNa Swami Re ... 6 

 Pad 2 

Have Maara Vahaala Na Darshan Saaru Re;
Harijan Aave Hajaare Hajaaru Re ... 1

Dholiye Biraaje Sahajanand Swami Re;
Puran Purushotam AntarJaami Re ... 2 

SabhaMadhye Betha MuniNa Vrunda Re;
Tema Shobhe Taare Vintyo Jem Chandra Re ... 3 

Durgapur Khel Rachyo Ati Bhaari Re;
Bhera Rame Sadhu Ne Brahmachari Re... 4 

Tali Paade Upadti Atisaari Re; 
Dhunya Thaay Chaaud Lok Thaki Nyaari Re ... 5

PaaghaldiMa Chhogaliyu Ati Shobhe Re; 
Joi Joi HarijanNa Man Lobhe ... 6 

Padhaarya Vahaalo Sarve SukhNa Raashi; 
Sahajanand Swami AkshardhamNa Vaasi Re... 7 

Bhaangi Maari Janamo Janamni Khaami Re;
Malya Mane NiskulanandNa Swami Re... 8

Post a Comment

Thank you for your review

Previous Post Next Post

hanumanji hd images

ganesh wallpaper

SwamiNarayan IMG

Swami Narayan image